પ્રણામ.
પ્રખર રાષ્ટ્રવાદી અને સંસ્કૃતિ પ્રેમી જૈન સંત શ્રી જિનપ્રેમવિજયજી મહારાજ સાહેબે ૧૮ વર્ષની યુવા વયે દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષાના પ્રારંભના વર્ષોમાં મૌન પૂર્વક અનેકવિધ ધર્મ દર્શનોના ગ્રંથોનો ગહન અભ્યાસ કયો. વેદ, ગીતા, રામાયણ, મહાભારત, ગ્રંથસાહેબ, કુરાન, બાઈબલ વગેરે જેવા અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો છે.પૂજ્યશ્રીના ક્રાંતિકારી, જ્ઞાનવર્ધક અને હૃદયસ્પર્શી પ્રવચનના માધ્યમે ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્ર રક્ષા માટે યુવાનોમાં જાગૃતી લાવવાનું કાર્ય કરી થઈ રહ્યું છે.
પૂજ્યશ્રીએ ફક્ત 40 વર્ષની વયમાં ધર્મ-સંસ્કૃતિ અને રાષ્ટ્રના વિવિધ વિષયો પર 600 થી વધુ પુસ્તકો લખ્યા છે. પૂજ્યશ્રી દ્વારા લખાયેલ રામાયણ, અષ્ટાવક્ર ગીતા, અધ્યાત્મ ની અંજલી , સદા મગન મે રહેના, વિનય , લવ યુ ડોટર, ગીતાના ટોપ ટેન ક્વોટ્સ, બિફોર યુ ગેટ એન્ગેજ, સંસ્કાર એ-બી-સી-ડી, માનવતા વગેરે પુસ્તકોથી પ્રેરણા પામી સેંકડો યુવાનોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને ફેશન – વ્યસનનો ત્યાગ કર્યો છે.
પૂજ્યશ્રીની ક્રાંતિકારી અને હૃદયસ્પર્શી પ્રવચન શૈલી દ્વારા દયા-પ્રેમ-કરુણા અને વાત્સલ્ય લોકોના હૃદયમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે.
પૂજ્યશ્રીએ હજારો કિલો મીટરની પદયાત્રા દરમિયાન શાળાઓ અને ગામડાઓમાં પ્રવચન દ્વારા વ્યસનમુક્તિ, સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે.
સંતોની ઈચ્છા શક્તિ અને શાસકોની ક્રિયા શક્તિના સમન્વય કરાવવાનું અદ્ભુત કાર્ય થઇ રહ્યું છે
Biography
Information
Contact Form